ધનવંતરી રથ જાયન્ટ્સ મોડાસા દ્વારા સન્માન કરવામાં આવ્યું.
- Arvindbhai Pranami
- Apr 9, 2021
- 1 min read
ધનવંતરી રથ મોડાસા તાલુકા ડોક્ટરની ટીમ દ્વારા ઘેર ઘેર રેપિડ ટેસ્ટ કરતા ડોક્ટર અને તેની ટીમ નું જયન્ટ્સ મોડાસા દ્વારા સન્માન કરવામાં આવ્યું..
.. છેલ્લા એક વરસથી કોરોના મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે મોડાસા તાલુકા માં ધનવંતરી રથ ના ડોક્ટર અને તેમને ટીમનું જાયન્ટ્સ દ્વારા સન્માન કરવામાં આવ્યું રેપિડ ટેસ્ટ ૧૦૦૦૦ થી વધુ મોડાસા તાલુકામાં તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યા .જ્યારે લોકો એકબીજાથી પણ ડરતા હોય છે. ત્યારે આ બીમારી લોકોને તેમના ઘરે જઈ તેમની તપાસ કરવી તે સરાહનીય કામ છે આવું કામ કરનાર ડોક્ટર વિપુલ પટેલ ડોક્ટર નૈયા ઉપાધ્યાય સી. એચ. ઓ મયુરી દરબાર . ફિમેલ હેલ્થ વર્કર ઉર્વશી પરમાર જ્યોતિકા પાટીલ અને ટીમનું જાયન્ટ્સ ફાઉન્ડેશનના વા. ચેરમેન નિલેશ જોશી જાયન્ટ્સ મોડાસા ના મંત્રી પ્રવીણ પરમાર. અમીત કવિ .નટુ પટેલ. સભ્યો સાથે રહી સન્માન કરવામાં આવ્યું હતું
Comments