જીલ્લા સેવાસદનના સભાખંડ ૧૫મી ઓગસ્ટની ઉજવણીના સંદર્ભે કલેકટરશ્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
સમગ્ર ભારતમાં ૧૫મી ઓગસ્ટના દિવસે ૭૫માં સ્વાતંત્ર્ય પર્વ દિનની ઉજવણી કરાશે. જેની આગોતરી તૈયારીને લઈને દેશમાં સમગ્ર જગ્યાએ આ દિનની ઉજવણીને લઈને હર કોઈ ઉત્સુક છે. જેમાં ગુજરાતમાં પણ આ દિનની તૈયારીઓ શરુ થઇ ગયી છે.
જે અંતર્ગત અરવલ્લી જીલ્લામાં પણ આ દિનની આગોતરી તૈયારીઓને લઈને તૈયારીઓ કરવા અંગે જીલ્લાના સેવાસદનના સભાખંડ ખાતે જીલ્લા કલેકટરશ્રી નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં તથા જીલ્લા વિકાસ અધિકારીશ્રી શ્વેતા તેવટીયાની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ.
આ બેઠકમાં કલેકટરશ્રી નરેન્દ્રકુમાર મીનાએ જણાવ્યું કે, જે તે વિભાગના અધિકારીઓને જે કામગીરી સોંપવામાં આવી છે. તેને ચીવટ પૂર્વક નિભાવવાની રહેશે. ૧૫મી ઓગસ્ટના દિવસે સ્થળ પર દરેક વિભાગના અધિકારીઓએ ઉપસ્થિત રહેવું. જીલ્લાના મુખ્ય મથકે સ્થળની પસંદગી કરી સ્થળની સફાઈ, કામગીરી, ગામોની સાફ સફાઈની કામગીરી સુશોભન તેમજ ધ્વજ વંદન અને સ્ટેજ,પરેડ, વગેરે માટે મેદાનને તૈયાર કરવું, કાર્યક્રમમાં ગરીમા પૂર્વક ઉજવાય તેવી કામગીરી કરવી, ધ્વજવંદનના સ્થળે માઈક, લાઈટ તથા ઇલેક્ટ્રિક સપ્લાય અવિરત મળે તે માટેની જરૂરી કામગીરી, પ્રોટોકોલ મુજબ બેઠક વ્યવસ્થા ગોઠવવી, મહેમાનો,સ્વાતંત્ર્ય સેનાનીઓને તેમની જગ્યાએ બેસાડવાની,સ્વાગત કરવાની, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે, ધ્વજવંદનના સ્થળે ધ્વજદંડ, સ્ટેજ, તેમજ ધ્વજની આચારસંહિતા જાળવવાની કામગીરી, સ્ટેજ સુશોભનની કામગીરી, વૃક્ષારોપણ વ્યવસ્થા કરવી, ટ્રાફિક તથા વાહન પાર્કિંગની વ્યવસ્થાની કામગીરી કરવી તથા સમગ્ર ઉજવણી સોશિયલ ડિસ્ટન્સ સાથે કરવા અનુરોધ કર્યો.
આ ઉપરાંત સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ ૧૪ ઓગસ્ટના રોજ તાલુકા/ગ્રામ્ય કક્ષાએ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરી રાષ્ટ્ર ભાવના ઉજાગર થાય એવી કામગીરી કરવા સુચન કર્યું હતું.
આ બેઠકમાં જીલ્લા નિવાસી કલેકટરશ્રી પ્રદીપસિંહ રાઠોડ, જીલ્લા ગ્રામ વિકાસ અધિકારીશ્રી બી.ડી.ડાવેરા, મોડાસા પ્રાંત અધિકારીશ્રી મયંક પટેલ,નાયબ પોલીસ અધિક્ષકશ્રી, જીલ્લા પુરવઠા અધિકારીશ્રી, વન સંરક્ષણ અધિકારીશ્રી, મામલતદારશ્રી ગઢવી, ICDS અધિકારીશ્રી, આરોગ્ય અધિકારીશ્રી તથા જીલ્લાના અન્ય વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
top of page
Search
Recent Posts
See Allધનવંતરી રથ મોડાસા તાલુકા ડોક્ટરની ટીમ દ્વારા ઘેર ઘેર રેપિડ ટેસ્ટ કરતા ડોક્ટર અને તેની ટીમ નું જયન્ટ્સ મોડાસા દ્વારા સન્માન કરવામાં...
30
Post: Blog2_Post
bottom of page
Commentaires