મોડાસા- ગુરુવાર, નાંણાકીય વર્ષ:૨૦૨૧-૨૨ માટે બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે બાગાયતદાર ખેડુતોને સહાય આપવાના કાર્યક્રમ જેવા કે અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો, ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાકો-આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે, કેળ (ટીસ્યુ), પપૈયા, ફળપાક પ્લાન્ટીંગ મટીરીયલ્સમાં સહાય, વધુ ખેતી ખર્ચવાળા ફળપાકો સિવાયના ફળપાકો, સ્ટ્રોબેરી, અન્ય સુગંધીત પાકો, કંદ ફુલો, છૂટા ફુલો, દાંડી ફુલો, હાઇબ્રીડ બીયારણ, મસાલા પાકો (સીડ સ્પાઇસીસ અને રાઇઝોમેટીક સ્પાઇસીસ), મધમાખી સમુહ (કોલોની), મધમાખી હાઇવ, હની એક્ષ્રેક્ટર (૪ ફ્રેમ), ફ્રુડ ગ્રેડ કંન્ટેઇનર(૩૦ કિગ્રા), નેટ મધમાખી ઉછેરના સાધનો માટે, પક્ષી કરા સામે સંરક્ષણ નેટ, પ્લાસ્ટીક આવરણ (મલ્ચીંગ), પોલીહાઉસમાં ઉગાડાતા અતિમૂલ્ય ધરાવતી શાકભાજીના પ્લાન્ટીંગ મટીરીયલ તથા ખેતી ખર્ચ માટે, બાગાયત યાંત્રીકીકરણ હેઠળના વિવિધ ઘટકો જેવા કે ટ્રેક્ટર (૨૦ PTO HP સુધી), ટ્રેકટર માઉન્ટેડ/ ઓપરેટેડ સ્પ્રેયર (૩૫BHP થી વધુ)/ ઇલેક્ટ્રોસ્ટેટીક સ્પ્રેયર વગેરે, કોલ્ડ સ્ટોરેજ (બાંધકામ, વિસ્તરણ અને આધુનિકીકરણ), કોલ્ડ ચેઇનના ટેકનોલોજી ઇન્ડકશન અને આધુનિકીકરણ માટે, કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમ, કોલ્ડ્ રૂમ (સ્ટેગીંગ) (ક્ષમતા ૩૦ મે. ટન), પેકહાઉસ (૯ x ૬ ચો.મી.), રાઇપનીંગ ચેમ્બર (ક્ષમતા મહત્તમ ૩૦૦ મે.ટન), પ્રી કૂલીંગ યુનિટ (ક્ષમતા ૬ ટન), મોબાઇલ પ્રીફુલીંગ યુનિટ, રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટ વેહીકલ, લો કોસ્ટ ડુંગળીના સંગ્રહ સ્ટ્રકચર માટે (ક્ષમતા ૨૫ મે.ટન), સંકલિત કોલ્ડ ચેઇન સપ્લાય સીસ્ટમ, સંકલિત પેક હાઉસ કન્વેયર બેલ્ટે, શોર્ટીંગ, ગ્રેડીંગ યુનિટ, વોશીંગ, સુકવણી અને વજન કરવાની સુવિધા સાથે (સાઇઝ ૯ મી x ૧૮ મી), હવાઇ માર્ગે બાગાયત પેદાશની નિકાશ માટેના નૂરમાં સહાય, ફંક્શનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (કલેકશન, શોર્ટીંગ /ગ્રેડીંગ,પેકીંગ એકમો વગેરે તેમજ ગુણવતા નિયંત્રણ /પૃથ્થયકરણ પ્રયોગશાળા), નવી ટીસ્યુકલ્ચર લેબ.ની સ્થાપના, નાની નર્સરી (૧ હે.), પ્લગ નર્સરી, બીજ માળખાકિય સવલત ઊભી કરવી, હાઇટેક નર્સરી (૪ હે.) વગેરે માટે તા. ૦૪/૦૪/૨૦૨૧ થી તા.૧૫/૦૫/૨૦૨૧ સુધી I-khedut Portal ખુલ્લુ મુકવામાં આવેલ છે. અત્રેના અરવલ્લી જિલ્લામાં બાગાયત ખાતાની યોજનાઓનો લાભ લેવા માંગતા ખેડૂતોએ I-khedut Portal (web site : www.ikhedut.gujarat.gov.in) માં જણાવેલ સમય દરમ્યાન પોતાના ગામના ઇ ગ્રામ સેન્ટર કે કોઇ ખાનગી ઇન્ટરનેટ ઉપરથી ૭/૧૨, ૮-અ ની નકલ, આધાર કાર્ડની નકલ અને બેંક ખાતાની વિગત સાથે લઇ જઇને લાભ લેવા સમયસર અરજી કરવી. અરજી કર્યા બાદ અરજીની કોપી અને ઉપર જણાવેલ જરૂરી સાધનીક કાગળો દિન-૭ માં નીચે જણાવેલ કચેરીમાં અચુક જમા કરાવવા આથી જણાવવામાં આવે છે. લાભાર્થીની ઓનલાઇન અરજી, ૭/૧૨ અને ૮-અ ની નકલ મળ્યા બાદ જ અત્રેથી મંજુરી આપવામાં આવશે. આ અરજીઓ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જિલ્લા સેવા સદન, સી-બ્લોક, સી/એસ/૧૦, મોડાસા, જિ. અરવલ્લી, ફોન નં. ૦૨૭૭૪-૨૫૦૧૯૫, પર ખેડુતો રજુ કરી શકાશે એમ નાયબ બાગાયત નિયામકશ્રી અરવલ્લીની એક અખબારી યાદી દ્રારા જણાવાયુ છે.
top of page
bottom of page
Commentaires